સમયની માંગ છે – અરવલ્લી બચાવો

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાને માઇનિંગ દ્રારા ખતમ કરવી, તેની ઉપરનાં વૃક્ષો કાપી નાંખવાં, સપાટી પર બનેલી માટીને રફેદફે કરી નાંખવી, વર્ષો જૂના જળમાર્ગોને ખતમ કરવાથી થતું નુકસાન રૂપિયા આના પાઈમાં ગણી શકાય તેમ નથી. ૧૦૦ વર્ષથી પણ મોટી ઉંમરના એક વડીલ જણાવે છે, પોતાના વિસ્તારમાં અંગ્રેજ અમલદારોને શિકાર કરવામાં તેઓ મદદ કરતા હતા. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. ધીરે ધીરે તે ખતમ થયું. કેટલેક સ્થળે તો આખી ને આખી ટેકરીઓને સ્થાને સપાટ ધરાતલ થઈ ગઈ.