શી જિનપિંગનો ઉદય અને બંધારણીય લોકશાહીના સ્વપ્નનો અંત

ગયા 1 સપ્ટેમ્બર, 2020ના અંકમાં આપણે જોયું કે ચીનમાં તાનાશાહી સરકારના અનેક પ્રકારનાં નિયંત્રણો અને દમન વચ્ચે પણ નાગરિક સમાજ ઊભો થઈ રહ્યો હતો. તેનું સ્વરૂપ મુખ્યત્વે સરકાર સાથે રહીને કામ પાડવાનું હતું. આ અંકમાં નાગરિક સમાજ અને અધિકારની લડતની મથામણ જોઈશું.

મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, 'શું તમે ખરેખર "આત્મનિર્ભરતા" વિશે વાત કરી રહ્યા છો?' ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે... અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ? વડાપ્રધાન : …

Continue reading મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

નવી શિક્ષણનીતિનો ફાયદો વિદ્યાર્થીને, સરકારને, ખાનગી સંચાલકો કે ઉદ્યોગોને?

આજના મહત્ત્વપૂર્ણ પડાવે આપણે સૌએ એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 કયો એજન્ડા લઈને આપણી સામે આવી છે, અને તે કોને માટે લઈને આવી છે. આમ કરવા માટે કોઈ પણ નીતિ હોય, તેમાં જે લખ્યું હોય છે તેની વચ્ચેની કોરી જગ્યા (Reading Between The Lines) માં શું છે તે સમજી લેવું સૌથી જરૂરી હોય છે. આમ કરીશું તો જે-તે નીતિનું વિશ્લેષણ સાચી રીતે કરી શકીશું.

કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?

આ લેખ છપાશે ત્યારે વર્ષ પૂરું થયું હશે.... જમ્મુ-કશ્મીરમાં લોકડાઉનને. કોરોનાને કારણે દેશ બે મહિના બંધ શું રહ્યો....પડ્યાની કળ કયારે વળશે તે ખબર નથી. ત્યારે જમ્મુ-કશ્મીરના લોકોએ આ પરિસ્થિતિમાં લગભગ એક વર્ષ જેટલો સમય પસાર કર્યો, અને હજી કેટલા દિવસ, અને કેવા દિવસો આમ પસાર થશે, તેના અંગે કોઈને કશી ખબર નથી. આટલી અનિશ્ર્ચિતતા વચ્ચે …

Continue reading કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?

સુખની શોધ : વિજ્ઞાન, ધર્મ અને સમાજવિદ્યાઓ

બે બૌદ્ધ લામા સાવ નિર્જન સ્થળે બેસી આંતર્નિરીક્ષણ, ધ્યાન, નિદિધ્યાસન અને સમાધિ દ્વારા જ્ઞાનની ખોજ કરી રહ્યા હતા. બંને મૌન હતા. આવી અવસ્થામાં છ મહિના પસાર થયા ત્યારે એક લામાએ અત્યંત ગહનગંભીર ભાવે કહ્યું : ‘સંસાર કૂવા જેવો છે.’ વળી મૌન પ્રસર્યું. બીજા છ મહિના પસાર થયા, એટલે બીજા લામાએ પૂછ્યું, ‘ભન્તે, એવું કેમ લાગે …

Continue reading સુખની શોધ : વિજ્ઞાન, ધર્મ અને સમાજવિદ્યાઓ

આપણે કરીશું શું?

કોરોનાની મહામારીનો સૌથી જબરદસ્ત કોઈ સંદેશ કહો કે સલાહ કહો - જે છે તે એ કે, માનવો સહુ કોઈ સમાન છે. ‘વસુધૈવ કુટુંબકમ્’. ‘વન હ્યુમન કોમ્યુનિટી’. તમે ભલે અનેક પ્રકારના ભેદભાવ પર જોર લગાવતા હો- નાતજાત, ઊંચનીચ, રાયરંક, ધોળા-કાળા, દેશી-પરદેશી, સ્ત્રી-પુરુષ, શહેરના-ગામડાના... પણ કોરોના તો ગમે તેનો સંગ સાધે ને ચાહે તો તેને સાથે ઉપાડી …

Continue reading આપણે કરીશું શું?

ક્યાં છે આપણો જ્યોર્જ ફ્લોય્ડ?

શું ભારતીય સમાજ જીવનમાં જ્યોર્જ ફ્લોય્ડ પળ ક્યારેય આવશે ખરી ? આ કંઈ માત્ર અન્યાયી કૃત્ય સામેનો આક્રોશ નથી. પરંતુ ભોગ બનનારની સાથે ઊભા રહેવાની એક તાકીદ છે; તે હાંસિયામાં રહેલા લોકો માટે વ્યવસ્થાતંત્રએ ઊભા કરેલા પૂર્વગ્રહનો અહેસાસ છે; તે ‘અમે’ અને ‘તેઓ’ વચ્ચેની ભેદરેખા ઓળંગવાની વાત છે. આ બધા ઉપરાંત, આ સામાજિક પહેલની શરૂઆતની …

Continue reading ક્યાં છે આપણો જ્યોર્જ ફ્લોય્ડ?

મહામારી : કોવિડની કે બીકની?

કોવિડ મહામારીને રાજનેતાઓ અને મીડિયા "કોરોનાનો કહર" કહીને જે રીતે લોકોને બીવડાવી રહ્યા છે, તે એટલી ખતરનાક નથી. સ્પેન, ઇટાલી, ન્યૂયોર્ક અને ઈંગલેન્ડમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસથી થયેલ કેસો અને મરણ જોઇને બધાંને ધ્રાસ્કો લાગ્યો તે સ્વાભાવિક છે. પણ પશ્ચિમનાં દેશો કરતાં આપણી રહેણીકરણી, વાતાવરણ, વસ્તી અને રોગપ્રતિકારક ક્ષમતા જુદા પ્રકારની છે.

વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?

આઝાદી શબ્દ એકવાર બોલો તો એમનું ધ્યાન ખેંચાય છે અને એ ચોંકે છે પણ બે વાર એકી શ્વાસે “આઝાદી, આઝાદી” બોલો તો એ ભડકે છે. જવાહરલાલ નહેરુ વિદ્યાપીઠના કનૈયાકુમાર હોય કે બીજા આ ગાન કરતી વખતે એ સ્પષ્ટતા કરતા હોય છે કે એમને શાનાથી આઝાદી અપેક્ષિત છે. ગરીબીથી, સત્તાધીશોની જોહુકમીથી, મનુવાદથી વગેરે. પણ આંધ્રપ્રદેશના સમુદ્રી …

Continue reading વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?

લોકો નશો શા માટે કરે છે?

હમણાં લોકડાઉનમાં દારૂના વેચાણની છૂટ આપવામાં આવી. અને લોકો જાણે નિયમો ભૂલીને દારૂ ખરીદવા નીકળી પડ્યા. વર્ષ ૧૮૯૦માં મહર્ષિ તોલસ્તોય પોતાના જાણીતા લેખ ‘વ્હાય ડુ મેન સ્ટુપફાઈ દેમસેલ્વ્સ’માં આ અંગે કેટલાક વિચારો રજૂ કર્યા હતાં...