વાડ જ ચીભડાં ગળે ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્યની ફરતે આવેલા નર્મદા જિલ્લાનાં 121 ગામોના વિસ્તારને કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર ‘ઈકો સેન્સિટિવ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો આ વિસ્તારમાં આવે નહીં અને અભયારણ્યના રક્ષણ અને સંવર્ધન માટે આ જાહેરનામું સરકારને જરૂરી લાગ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પેસા કાયદાઓ અને સામુદાયિક વન અધિકાર કાયદાઓનો સાચો અને પ્રભાવી અમલ કરવામાં આવે તો પ્રદૂષણ કરતા ઉદ્યોગો તો આ વિસ્તારમાં આવી જ ના શકે અને લોક ભાગીદારીથી અભયારણ્યનું રક્ષણ અને સંવર્ધન સારી રીતે થઈ શકે તેમાં કોઈ બે મત નથી. તો પછી ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું સાચું કારણ શું ?

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્નો, પ્રયાસો અને પડકારો

રણની ગરમી, ઠંડી, ખારા પવન, અને પાયાની સુવિધાઓનો અભાવ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ કોમ વર્ષોથી મીઠાની ખેતી કરે છે. અગરિયા હિતરક્ષક મંચ તરીકે એમની વચ્ચે છેલ્લા દોઢ દાયકાઓથી કામ કરતાં આ પરિસ્થિતિ, તેના કારણો, સરકારની નીતિઓ, પડકારો, આવેલા બદલાવ વગેરેને જોવાનો પ્રયાસ આ લેખમાં કર્યો છે.

બાડીપડવાની દુર્ઘટનાની આસપાસ

ઘોઘા અને ભાવનગર તાલુકાનાં 12થી વધુ ગામોમાં ભૂતળમાં રહેલ કોલસાના ખનન માટે સરકારના ખાણ ખનીજ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિ.એ વિભાગે વર્ષ : 1995થી પદ્ધતિસર પર્યાવરણીય અભ્યાસો કર્યા વગર તબક્કાવાર જમીન સંપાદન કરી છે. અને લોકોની આજીવિકાની પરવા કર્યા વગર લોકોના વિરોધ વચ્ચે ખનનની કામગીરી ચાલુ રાખી છે.

શબાના બુઆનો ચમત્કાર : અદિતી સુબેદી

અદિતી સુબેદી કહે છે, ‘અમારા ગામમાં કોઈ પ્રકારના ભેદભાવ તમને જડશે નહીં. અમારું ગામ ઘણું સુંદર છે. ગામ પર કુદરતે પણ ઘણા આશીર્વાદ વરસાવ્યા છે. લોકો સ્વસ્થ, જાગૃત તેમજ મહેનતુ છે. ગામ સમરસ, મેળમિલાપથી રહેનારું, દીકરી-દીકરા વિશે પણ ભેદ ન કરનારું છે. સમાનભાવે પ્રગતિ કરવાનો અહેસાસ આપનારું આહ્લાદક વાતાવરણ અમારે ત્યાં અમને મળતું રહે છે.

સાપુતારા : જરા આ પણ જાણો!

ડાંગ જિલ્લો નદી, જંગલ અને પહાડોનો બનેલો ગુજરાતનો નાનો જિલ્લો, વસ્તીની ગીચતા ઓછી, ખેતીની ફળદ્રુપ જમીન ખરી પણ નાની સરખી. કુદરતી સંપદાથી ભરપૂર. રૂપિયાની ગરીબી પણ લોકોમાં જીવન જીવવાની કલા આજે પણ અકબંધ છે. કોઈપણ ગુજરાતીને સાપુતારા હવા ખાવા જવું હોય તો વાંકાચૂકા રસ્તે નદી, ઝરણાં પસાર કરવાં પડે.

મોટી કોર્પોરેટ કંપનીઓ બેંકિંગ ક્ષેત્રમાં આવવાથી શું થશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોતાની સલાહકાર સમિતિ વિચારી રહી છે કે દેશના વિકાસ માટે મોટા પાયે નાણાંની જરૂર પડશે. જો કોર્પોરેટ કંપનીઓ પોતાનાં નાણાંનો જથ્થો બેંકિંગ સેક્ટરમાં રોકે તો વિકાસ માટે નાણાંની તંગી ન વર્તાય. આજે પણ નાની મોટી ખાનગી બેંકો છે. આર.બી.આઈ.નો વિચાર અને સરકારનો વિચાર ભિન્ન હશે તેવું આજના માહોલમાં શકય નથી લાગતું. અત્યાર સુધી કુદરતી સ્રોતો પર કોર્પોરેટ સેક્ટરનો ભરડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. દેશમાં તૈયાર કરવામાં આવેલી માળખાગત સગવડો પણ મોટા ઉદ્યોગગૃહોને ચરણે ધરવામાં આવી રહી છે. રેલવેમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પત્રકાર લોકશાહીને જીવતી રાખે છે પણ સરકાર તેનાથી નારાજ છે !

ગ્લોબલ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ (વૈશ્ર્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં 180 દેશોમાં ભારત 142મા નંબરે છે. જેમ આંક મોટો તેમ પ્રેસની આઝાદી ઓછી છે તેમ સમજવું રહ્યું. દેશમાં 1975થી 1977ના ગાળામાં પ્રેસની આઝાદી પર તરાપ મારવામાં આવી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થિતિ સારી નથી. ભારતમાં વર્ષ 2010થી વર્ષ 2020 સુધીમાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિઝમના કહેવા પ્રમાણે 55 જર્નાલિસ્ટને મારી નાંખવામાં આવ્યાં છે.

કોંગો – ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ ધ કોંગોની કરુણ કહાની

યુરોપના દેશોએ 19મી સદીમાં વિશ્ર્વના ઘણા બધા દેશોનું ખૂબ જ મોટા પાયે શોષણ કર્યું છે. યુરોપની જાહોજલાલી અન્ય દેશોની લૂૂંટના આધારે સર્જાઈ છે. 15મી સદીની શરૂઆતથી યુરોપ એમ જ માનતું હતું કે આફ્રિકાની કુદરતી સંપત્તિ તેમના માટે જ છે. અને તે ગમે તેમ કરીને લૂંટી લેવાની છે. વર્ષ 1870થી 1900ના ગાળામાં આફ્રિકાના મોટા ભાગના દેશો યુરોપ દ્વારા લૂંટાઈ ચૂક્યા હતા.

અંગ્રેજોનો અત્યાચાર : બંગાળના હાથશાળના કારીગરો

અંગ્રેજોએ ભારતના લોકો પર કેવા કેવા અત્યાચાર કર્યા છે તે અંગે ઘણું લખાયું છે. પરંતુ બંગાળના હાથશાળના કારીગરો પરના અત્યાચાર અંગે જુદા જુદા મત છે. કહેવાય છે કે બંગાળના હાથશાળના કારીગરો અંગ્રેજોને મફતના ભાવમાં તેમનું ઉત્પાદન વેચવા તૈયાર ન હતા. અંગ્રેજોએ ભારતમાં ઉત્પાદન થતા કાપડ ઉપર ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. ભારતના કારીગરો ઇંગ્લેન્ડથી આવતા રેશમ તેમજ સુતરનો વણાટમાં ઉપયોગ કરે તેવો આગ્રહ પણ કરતા હતા.

ફાધર વાલેસ વિશેની થોડી વાતો….

જાણીતા ગુજરાતી લેખક અને સવાયા ગુજરાતી તરીકે જાણીતા ફાધર વાલેસનું 8મી નવેમ્બર, 2020ના રોજ સ્પેનમાં અવસાન થયું. ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ થોડા સમય પહેલાં પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે સરળ ગુજરાતી ભાષામાં લખાણ દ્વારા લોકોમાં નૈતિક ઘડતરનું કામ સતત કર્યું. ફાધર વાલેસને સ્મૃતિ વંદન કરીને તેમના જીવન-સાહિત્યનો પરિચય મેળવીએ.