સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય….

મહાત્મા ગાંધીની ૧૯૩૦ની દાંડીકૂચથી વિશ્વવિખ્યાત થયેલ દાંડી ગામમાં દાંડીકૂચનાં બે વર્ષ પછી ૯/૧૧/૧૯૩૨ના રોજ મોહનભાઈ દાંડીકરનો જન્મ થયો. મોહનદાસ ગાંધીના મીઠાના સત્યાગ્રહનો ગુંજારવ હજી વાતાવરણમાં  ગુંજતો હતો, તેથી નામ પડ્યું મોહન. ૧૯૩૦ની દાંડીકૂચ પહેલાં હિંદુસ્તાનના નકશામાં દાંડીનું નામોનિશાન નહોતું ! માંડ ૪૬૦ લોકોની વસ્તીવાળું અભાવગ્રસ્ત ગામ. ગામમાં જવા ૧૦ માઈલ કાદવ ખૂંદીને જવું પડતું. આખા …

Continue reading સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય….

જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.) જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો. ‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો …

Continue reading જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

ભાનુભાઈ મિસ્ત્રી : કાર્યનિષ્ઠાથી ઓતપ્રોત પ્રસન્‍ન કાર્યકર

ભાનુભાઈના સહજ હાસ્ય અને સરળ સ્વભાવના કારણે મૈત્રી તરત જ બંધાઈ જાય. ભાનુભાઈ પોતાના ઉપર, સામેના ઉપર, પરિસ્થિતિ ઉપર, કોઈ વાંકો ચાલે તેના ઉપર, કોઈ જ્યારે આત્યંતિક વલણ દાખવે તેના પર હસે અને હસાવે. પણ મઝાની વાત એ કે, તેમના મનમાં રતીભર પણ ડંખ જોવા ન મળે. પોતાની, સામેના માણસની મર્યાદાઓને સમજે. પણ કોઈમાં દંભ કે બેવડાં ધોરણ જુએ ત્યારે અકળાય. કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાય ત્યારે તેના કામમાં એકદમ ઓળઘોળ થઈ જાય. તે વખતે બાકીનું બધું ગૌણ બની જાય.

અલવિદા ઇલિના સેન…

લેખક, કાર્યકર અને અધ્યાપક ઇલિના સેન, જેઓ ઘણાં વર્ષોથી કેન્સર સામે લડત આપી રહ્યાં હતાં, તેમનું 9મી ઓગસ્ટના રોજ 69 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું.  ઇલિના સેન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના કર્મશીલોમાં જાણીતું નામ. તેમણે છત્તીસગઢમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં, જ્યાં તેમણે અનેક ટ્રેડ યુનિયનો અને આદિવાસી સંગઠનો સાથે કામ કર્યું. ઇલિના …

Continue reading અલવિદા ઇલિના સેન…

સાને ગુરુજી : મહારાષ્ટ્રની યુવા-પેઢી જેમના વિચારથી પ્રભાવિત હતી

મહારાષ્ટ્રની આખી યુવા-પેઢી એમના વિચારથી પ્રભાવિત હતી. બાલ-ગોપાલો પણ એમનાથી આકર્ષિત હતા. એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, તે એમની આત્મહત્યા નહોતી. એમનો આત્મા અમર હતો, એનું જ્ઞાન એમને હતું. સમાજની વેદના એમનાથી જોવાતી નહોતી તેથી તેમણે પોતાના દેહનો ત્યાગ કરેલો.

પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું

વાત એક પ્રસંગની અમદાવાદમાં 26 ઑક્ટોબર 2019ના રોજ 20 જેટલી સામાજિક સેવાનું કામ કરતી સંસ્થાઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંસ્થાઓ માટે 20 ઉપરાંત સ્ટોલ બનાવવામાં આવ્યા હતાં, જેમાં સંસ્થા પોતાનાં કામોને વિવિધ રીતે પ્રદર્શિત કરી શકે તેવી સગવડ કરવામાં આવી હતી. 2500થી વધુ લોકોએ આનો લાભ લીધો હતો. આ 20 સંસ્થાઓ દ્વારા …

Continue reading પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું

થઈ ગયા એક નગીનદાસ સંઘવી

તેમણે કદી રેશનાલિસ્ટ કે સેક્યૂલારિસ્ટ હોવાના દાવા કર્યા નથી. પોતાના વિચારો મજબૂતાઈથી અને નમ્રતાપૂર્વક રજૂ કર્યા છે. મોરારિબાપુ સાથે જોડાવાથી તેમના વિચારોમાં કોઈ ફેરફાર આવ્યો નથી, એ કોઈ પણ અભ્યાસી જોઈ શકે છે. વિચાર અને વિચારસ્વાતંત્ર્ય વિશેનો એમનો અભિગમ અંત સુધી પૂર્ણ રીતે પારદર્શક રહ્યો. તેમાં એમણે કોઈ દિલચોરી કરી નથી. આવા નગીનદાસમાંથી આપણે થોડું પણ સાચું સમજીએ અને એને વળગી રહીએ, એ ખૂબ જરૂરી છે.

સુરેશ પરીખ : અનેક દિલોના ઝરૂખામાં શોભતું વ્યક્તિત્વ

એ સુરેશ પરીખ જેમણે વ્યક્તિમાં માનવીય સાંસ્કૃતિક મૂલ્યોની નિષ્ઠા સ્થાપવા, વિકસાવવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો પ્રગટ કર્યા, અભ્યાસ વર્તુળો, શિબિરો યોજયા. સુરેશભાઈનું બીજું સર્જન હતું ‘કેસ્ટ એસોસિએટ્સ' - સર્જનશીલ, જવાબદાર, ઉત્સાહી, સંવેદનશીલ અને પ્રતિભાવાન વ્યક્તિઓનું સંગઠન. આ સંગઠન વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન ગ્રામવિકાસનાં કામોમાં વાપરે તેવો પણ ઉદ્દેશ હતો. વલ્લભ વિદ્યાનગરમાં એક પુસ્તકપ્રેમી પરિવાર પણ સ્થાપ્યો હતો.

એક ઉત્તમ સિરેમિક કળાકાર અને કળાગુરુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટની વસમી વિદાય

જ્યોત્સ્ના ભટ્ટ ભારતના એક ઉત્તમ સિરેમિક કળાકાર શ્રી જ્યોત્સ્ના ભટ્ટે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૦ના શનિવારના રોજ એંશી વર્ષની વયે પોતાની વિદ્યાભૂમિ તેમજ કર્મભૂમિ વડોદરામાં એમનું અવસાન થયું. સૌ કળાકારો અને કળારસિકોને એમનાં ઉષ્મા અને સૌહાર્દની શાંત છતાં ઉત્ફુલ્લ અનુપસ્થિતિ કઠશે. આજના કપરા કાળમાં વિદ્યાર્થીઓ અને યુવાન કળાકારો માટે વાત્સલ્યભર્યું એક …

Continue reading એક ઉત્તમ સિરેમિક કળાકાર અને કળાગુરુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટની વસમી વિદાય

સ્મરણ : કુન્દનિકા કાપડિયા

કુંદનિકા કાપડિયા, નંદીગ્રામના નિવાસ સ્થાને ‘સાત પગલાં આકાશમાં’ વાંચી ત્યારે વડોદરાની હોસ્ટેલમાં રહીને ઇજનેરી કોલેજમાં ભણતી હતી. પ્રસ્તાવના વાંચ્યા વગર નવલકથા વાંચેલી. નવલકથાને મુલવવાના માપદંડો ત્યારે માત્ર ‘ગમી જવું’ હતા મારા માટે. ને મને ગમી હતી નવલકથા..પછી તો એમની બીજી નવલકથાઓ પણ વાંચી. એ પણ ગમી. એક લાંબો પત્ર લખ્યો હતો. એમને…. જવાબ નહોતો મળ્યો. …

Continue reading સ્મરણ : કુન્દનિકા કાપડિયા