વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

લેખમાળાના પાંચમા ભાગમાં આપણે વિનોબાજીની પવનાર પ્રવૃત્તિના પ્રથમ ૧૨ વર્ષની, ૧૯૩૮થી ૧૯૫૦ની વાત શરૂ કરી હતી. હવે આપણે ૧૨ વર્ષના અંતિમ સમયમાંની વિનોબાજીની પ્રવૃત્તિ અંગે વાત કરીશું. આપણે આગળ નોંધ્યું છે કે વિનોબાજીએ વર્ષ ૧૯૪૬-૪૭માં છેલ્લી જેલયાત્રા પછી સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ની રચના કરી હતી. ત્યારબાદ વિનોબાજી પવનારમાં રચનાત્મક કામો તથા અન્ય કામોમાં લાગેલા હતા. …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

અભય : ન ડરે, ન ડરાવે

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્-અસદ્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમજ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ - આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે. ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન …

Continue reading અભય : ન ડરે, ન ડરાવે

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શબ્દ અને જીવનનો સંબંધ અતૂટ, અખંડ, અભિન્ન છે. શબ્દ-વિહિન જીવન અને જીવનવિહોણા શબ્દોનો કોઈ અર્થ જ નથી. જ્યારે વિશ્ર્વની સંસ્કૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અનેક દેશોમાં, અનેક યુગોમાં અનેક નામી-અનામી સંત-મહાત્મા, મહાપુરુષો થઈ ગયા, જેમના જીવન દ્વારા, જેમની વાણી દ્વારા જીવનની શાશ્ર્વતીના સંદેશ મળે છે. જેના દ્વારા મનુષ્યમાં રહેલી સુષુપ્ત ચેતના …

Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શિક્ષણના ત્રિદોષ

સમાજમાંથી શોષણ બંધ થવું જોઈએ. શિક્ષણમાં પહેલેથી જ આ બાબત પર અત્યંત ભાર મુકાય અને આ માટેની તાલીમ અપાય. શિક્ષણ બીજાને લૂંટવાનું કેવી રીતે કરી શકે ? એક માણસ દ્વારા બીજા માણસનું તેમ જ શહેર દ્વારા ગામડાનું શોષણ બંધ થવું જોઈએ.

વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૨)

હવે આપણે 'જ્ઞાનદેવ ચિંતનિકા' અંગે વિચાર કરીશું. આપણે ત્રણ તબક્કે આ અંગે આગળ વધીશું. ૧.જ્ઞાનેશ્વરજી, ૨. વિનોબા અને જ્ઞાનેશ્વર ૩. જ્ઞાનદેવ ચિંતનિકા. આ ત્રણ મુદ્દાનું લેખન ક્યારેક સાથે સાથે પણ થઈ જશે

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો. સાબરમતી આશ્રમમાં પણ …

Continue reading વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

રામનામ શું તાળી રે લાગી .

વૈષ્ણવજન ભજનમાં આદર્શ મનુષ્યની વ્યાખ્યા કરી છે. આપણે જાણીએ છીએ કે આ ભજન ગાંધીજીના જીવનમાં મૂર્તિમંત થઈ ગયું હતું. એ પવિત્ર જીવનની યાદમાં આંખો ભરાઈ આવે છે. એમનું મૃત્યુ પણ કેવી સંધ્યાએ થયું ! પ્રાર્થનાની તૈયારીમાં હતા, એટલે કે એ સમયે એમના મનમાં ઈશ્વર સિવાયનો બીજો કોઈ વિચાર નહોતો.

સાને ગુરુજી : મહારાષ્ટ્રની યુવા-પેઢી જેમના વિચારથી પ્રભાવિત હતી

મહારાષ્ટ્રની આખી યુવા-પેઢી એમના વિચારથી પ્રભાવિત હતી. બાલ-ગોપાલો પણ એમનાથી આકર્ષિત હતા. એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, તે એમની આત્મહત્યા નહોતી. એમનો આત્મા અમર હતો, એનું જ્ઞાન એમને હતું. સમાજની વેદના એમનાથી જોવાતી નહોતી તેથી તેમણે પોતાના દેહનો ત્યાગ કરેલો.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)

વિનોબા : એક ઊર્જાવાન વ્યક્તિત્વ વિનોબાજી જેલમાં હોય કે બહાર, સંઘર્ષના માર્ગે હોય કે રચનાના માર્ગે, તેઓ પોતાની સંપૂર્ણ ઊર્જા સાથે ક્રિયાશીલ રહ્યા છે. જેલમાંથી મુક્ત થયા પછી, લાવ જરા આરામ કરી લઉં, તેવું વલણ દાખવતા નથી. જ્યાં તક મળે ત્યાં નવું નવું લખવામાં કે કંઈક નવું નવું શીખવામાં સમય વિતાવતા. કોઈ તેમની પાસેથી કંઈ …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)

સ્વામી વિવેકાનંદ : દરિદ્રનારાયણના ઉપાસક

શાંકર વેદાંતમાં, આ યુગમાં વિવેકાનંદ જેટલું પરાક્રમશાળી વ્યક્તિત્વ કદાચ બીજું કોઈ મળતું નથી. આધુનિક યુગમાં વેદાંતના આટલા મોટા આચાર્ય, જેમણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એવા બીજા જોવા મળતા નથી. એક ત્રીસ-બત્રીસ વર્ષનો યુવાન, ગુલામ હિંદુસ્તાનમાં જન્મેલો, એક પરદેશી ભાષામાં પારંગત થઈ સંન્યાસીના રૂપમાં મલ્લની જેમ દંડ લઈને શિકાગોની વિશ્ર્વધર્મ પરિષદમાં ઊભા થઈ, ભારત તરફથી વેદાંતની …

Continue reading સ્વામી વિવેકાનંદ : દરિદ્રનારાયણના ઉપાસક