અતીતરાગ

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે …

Continue reading અતીતરાગ

ખોવાઈ ગયેલો સ્પર્શ

રોલ્ફનું અને મારું જીવન સુખ શાંતિમય હતું. એ સ્પેનના મેડ્રિડ શહેરમાં ટી.વી.ના ન્યુઝ રિપોર્ટરની નોકરી કરતો. રોજ રાત્રે સૂતા પહેલાં એ અત્યંત સ્નેહથી મારો હાથ પોતાના હોઠે લગાવીને  ચૂમી લેતો. આ એનો હંમેશનો નિયમ હતો. એનો એ સ્પર્શ મને પવિત્ર  લાગતો. ગઈકાલે રાત્રે પણ એણે એ જ રીતે મારા હાથને ચૂમ્યો હતો. સવારે હજી તો …

Continue reading ખોવાઈ ગયેલો સ્પર્શ

બે જનેતા

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં. પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર …

Continue reading બે જનેતા

સમજણની ગોળી

આજે સવારથી સુમિબેન ઉદાસ હતાં. જીવને કંઈ ચેન પડતું નહોતું. હંમેશ હસતી રહેતી પત્નીને આમ ભારેખમ ચહેરો લઈને ફરતી જોઈને વિનોદભાઈને નવાઈ લાગી. અંતે ન  રહેવાયું ત્યારે એમણે પૂછી જ લીધું, ‘મેડમ, શું વાત છે? આજે મૂડ કેમ બગડેલો છે?’ સવાલ પુછાતાંની સાથે જાણે ‘રોતી’તી ને પિયરિયાં મળ્યાં’ જેવો ઘાટ થયો. સુમિબેનની આંખોમાંથી ડબક ડબક …

Continue reading સમજણની ગોળી

ઈનહેલર

એકની એક દીકરી અનુને જ્યારે ડોક્ટરે ઈનહેલર વાપરવાની સલાહ આપી ત્યારે રાખાલબાબુ ચિંતામાં પડી ગયેલા. ડોક્ટર મિત્રએ હસતાં હસતાં કહેલું, ‘રાખાલ, દીકરી ત્રીસ વરસની થવા આવી. પરણી ગઈ હોત તો તું નાનો પણ બની ગયો હોત. હવે તો એની ફિકર કરવાનું ઓછું કર! શહેરના પોલ્યુશનને કારણે કેટલાય દર્દીઓને પંપ લેવો પડે છે ને એનાથી કંઈ …

Continue reading ઈનહેલર

‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરેય ગરબડ નહીં. તેલનું ટીપુંય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકેય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ …

Continue reading ‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

પાડોશી

ઝરીના ક્યારની એના ફ્લેટની બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. અનિતા ઑફિસેથી આવીને હાથમાં કૉફીનો મગ લઈને બાલ્કનીમાં આવે ને બેઉની ગપ્પાગોષ્ટિ ચાલુ થતી, ‘ઝરીનાભાભી, આજ ખાનેમેં ક્યા બનાનેકા પ્લાન હૈ?’ આમ તો ઝરીના ગુજરાતી પાડોશમાં રહીને ઘણું સારું ગુજરાતી બોલતી થઈ ગઈ હતી પણ અનિતાથી એની સાથે હિંદીમાં જ બોલાઈ જતું. ‘હજી તો કંઈ વિચાર્યું નથી. પણ …

Continue reading પાડોશી

શહીદની પત્ની

રામચરણનાં મ્રૃત્યુના સમાચાર મળતાંની સાથે ઘરમાં રોકકળ મચી ગઈ.લાલુની દાદી, કાકી, ફોઈ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી. હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે, ‘મા, આ સઘળા આવું કાંઈ કરે છે? મને તો ડર લાગે હે!’ ત્યાં તો સ્ત્રી વર્ગમાંથીએક આવીને માનો ચાંદલો ભૂંસવા લાગી તો બીજી પથ્થર લઈને એની કાચની બંગડીઓ તોડવા લાગી.......

ખુશીઓનો પાસવર્ડ

ભૂમિપુત્રની વાર્તા.....         નીતીશની આંખો અચાનક ખૂલી ગઈ. કેટલા વાગ્યા હશે? એણે મોબાઈલમાં જોયું. ઓહ! હજી તો ચાર પણ નથી વાગ્યા. હમણાં હમણાં આવું જ થાય છે. અડધી રાતે ઊંઘ ઊડી જાય પછી આંખ મીંચાવાનું નામ નથી લેતી. એટલામાં એને કાને અવાજ પડ્યો,         ‘ટ્વિચ, ટ્વિચ,’         કોણ જાણે આ ચકલીનું શું લુંટાઈ જતું હશે …

Continue reading ખુશીઓનો પાસવર્ડ