ખેતી સાવ રેઢી રેઢી નહીં થાય !

ભાઈ શ્રી હીરજી ભીંગરાડિયાએ પક્ષીઓ બાબતનો મારો રસ જાણી, ‘પાંખાળાં’ નામનું પુસ્તક મને મોકલ્યું; તેની સાથે પોતે ખેડૂત હોવાનું જણાવીને ખેતીને લગતાં પુસ્તકો મોકલાવેલાં. તેમાં એક પુસ્તક હતું, "ખેતી કરવી જ છે ? તો સાવ રેઢી રેઢી નહીં થાય ભૈ ! તે વાંચી ગઈ. હીરજીભાઈ લોકભારતી-સણોસરાના વિદ્યાર્થી. વ્યવસાયે ખેડૂત છે. મળતી આરામદાયક નોકરી છોડીને ઘરના …

Continue reading ખેતી સાવ રેઢી રેઢી નહીં થાય !

‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …

Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

કેન્સરની જીવનગાથા

યજ્ઞ પ્રકાશનનું નવું પ્રકાશન ભારતીયમૂળના અમેરિકામાં સ્થાયી થયેલા સિધ્ધાર્થ મુખર્જીએ અંગ્રેજીમાં “ધ એંપરર ઓફ ઓલ મેલેડીઝ” (The Emperor of All Maladies) એટલે કે તમામ રોગોનો રાજા પુસ્તક લખ્યું. સિદ્ધાર્થ મુખર્જી પોતે કેન્સર નિષ્ણાત છે અને અમેરિકામાં કોલમ્બિયા યુનિવર્સીટીમાં ભણાવે છે. આ પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું. ૨૦૧૧માં તેને 'પુલિત્ઝર પ્રાઇઝ' મળ્યું.

પુસ્તક પરિચય : સારું કામ

પુસ્તકમાં નીચે પ્રમાણે કેટલીક પાયાની વાતો મૂકવામાં આવી છે. કોઈ કામમાં કૌશલ્ય સારું વપરાય તેટલું પૂરતું ન ગણવું જોઈએ. વધુ કમાણી કરવા કે પ્રતિષ્ઠા મેળવવા માટે મૂલ્યોમાં બાંધછોડ ન કરાય. ટેકનોલોજી તેમજ વિજ્ઞાનની વેગવંત પ્રગતિને કારણે બજારમાં અનુકૂળતાઓ વધારે ને વધારે પ્રાપ્ત થઈ છે. ઉપકરણો આદિનો લાભ લઈ આર્થિક વ્યવહારો આગળ વધ્યા છે. પરંતુ માનવ …

Continue reading પુસ્તક પરિચય : સારું કામ

ભીલની ભોંય

“જે પોતાનો ઈતિહાસ જાણતાં નથી કે ઈતિહાસ પરથી વર્તમાનનો અભ્યાસ કરતાં નથી અને બોલતાં નથી એમનો ઈતિહાસ બીજાં લોકો મન ફાવે એવો જ લખી નાખેને? ”  આ અવતરણ કાનજી પટેલ સર્જિત ‘ભીલની ભોંય’ લઘુનવલનું ધ્યાનકર્ષક વિધાન છે. ભીલોનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ગૂંથી લઈને કથાનાયિકા  રૂપાળીની આસપાસ જીવન કેવી રીતે જિવાય છે તેનું આબેહૂબ વર્ણન …

Continue reading ભીલની ભોંય