આ વર્ષના જૂન મહિનાથી થાઈલેન્ડની કૉલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી પડ્યા છે. તેઓ ભૂતપૂર્વ જનરલ તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી પ્રયુત ચાન ઓચાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. હંગર ગેમ્સ તેમજ હેરી પોટરનાં પાત્રો પરથી ત્રણ આંગળીઓની સલામ અથવા જાદુઈ લાકડી, સફેદ રીબીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ મિલિટ્રી તેમજ રાજાની સરમુખત્યારશાહીના વિરોધમાં કરી રહ્યા છે.
