વિનોબા-૧૨૫ વર્ષની ઉજવણી અંગે ૧૬-૧૦-૨૦૧૯ના ભૂમિપુત્રમાં આયોજન અંગેની એક નોંધ પ્રગટ કરી હતી. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટે ભૂમિપુત્રના ૧૬-૧૧-૨૦૧૯ અને ૧૬-૨-૨૦૨૦ના અંકમાં વિનોબા- ૧૨પને ખ્યાલમાં રાખીને કેટલાક કરવાનાં અને કેટલાંક થયેલાં કામનો અહેવાલ આપ્યો હતો. ભારતીબહેન મહેન્દ્રભાઈ સારી રીતે સક્રિય થયાં હતાં, અન્ય મિત્રોને પણ સક્રિય કરવા માટે સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ સ્થળોએ પ્રત્યક્ષ …
