પત્રકાર લોકશાહીને જીવતી રાખે છે પણ સરકાર તેનાથી નારાજ છે !

જે દેશમાં પત્રકારત્વ મુક્ત નથી તે દેશમાં લોકશાહી લથડાય છે. ભારતમાં આજકાલ પત્રકારો પર કરવામાં આવેલા કેસોની સંખ્યા વધી રહી છે. ટ્વીટ્સ કરવા માટે પણ પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. ભારતીય દંડસંહિતાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે. સરકાર કોરોનાની મહામારીને ખ્યાલમાં રાખી જે વ્યવસ્થા કરે છે તેમાં રહેલી ખામીઓ દર્શાવવા માટે પણ આશરે 50 જેટલા પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. મોટા ભાગના આ પત્રકારો ભારતના ગ્રામીણ વિસ્તારની સ્થિતિ પત્રકારત્વ દ્વારા ઉજાગર કરતા હતા. પત્રકારોને કરફ્યુ પાસ આપવામાં નથી આવતા. પત્રકારોને ક્યારેક પોલીસનો માર પણ ખાવો પડે છે.

ગ્લોબલ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ (વૈશ્ર્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં 180 દેશોમાં ભારત 142મા નંબરે છે. જેમ આંક મોટો તેમ પ્રેસની આઝાદી ઓછી છે તેમ સમજવું રહ્યું. દેશમાં 1975થી 1977ના ગાળામાં પ્રેસની આઝાદી પર તરાપ મારવામાં આવી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થિતિ સારી નથી. ભારતમાં વર્ષ 2010થી વર્ષ 2020 સુધીમાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિઝમના કહેવા પ્રમાણે 55 જર્નાલિસ્ટને મારી નાંખવામાં આવ્યાં છે.

જમ્મુ અને કશ્મીરનું સૌથી જૂનું છાપું Kashmir Times છે. 1954માં સાપ્તાહિક તરીકે પ્રગટ થવા માંડેલું, 1964થી દૈનિક તરીકે પ્રગટ થાય છે. અંગ્રેજીમાં પ્રગટ થતું હોવાથી તેની 20 લાખ કોપી વેચાય છે. 19 ઓક્ટોબર 2020ના રોજ સરકારે કશ્મીર ટાઇમ્સની શ્રીનગરની ઑફિસ સીલ કરી છે. સરકારે કોઈ ખાસ કારણ દર્શાવ્યું નથી.

કશ્મીર ટાઇમ્સના તંત્રી અનુરાધા ભસીને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટની સહાય માંગી હતી કે 5 ઓગસ્ટ 2019થી કશ્મીરમાં પ્રસાર માધ્યમો પરની અડચણો વધી ગઈ છે. સમાચારો મેળવવા માટે જરૂરી સંપર્ક કરી શકાતા નથી. આના કારણે સમાચારોનું શૂન્યાવકાશ સર્જાયું છે.

ગયા વર્ષે અનુરાધાબહેન કોર્ટમાં ગયાં એના બીજા દિવસથી છાપાને મળતી સરકારી જાહેરાતો બંધ થઈ ગઈ. છેલ્લાં પાંચ વર્ષથી કશ્મીરનાં છાપાઓ પર સરકારનું કોઈ ને કોઈ રીતે દબાણ વધતું રહ્યું છે. આ અંગે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરિયાદ પણ કરી છે પણ કંઈ પરિણામ આવ્યું નથી.

‘કશ્મીર ટાઇમ્સ’ એ નવા નવા પત્રકારો તૈયાર કરવાનું ધરુવાડિયું છે. તેની લાયબ્રેરી સમૃદ્ધ છે. તેના ન્યુઝ રુમમાં એક બોર્ડમાં રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય લખ્યું છે :

‘Where the mind is without fear……..‘

આ છાપાની ઓફિસ સીલ કરવાના કૃત્યને ઘણા રાજકારણીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ વખોડ્યું છે.

હાલમાં આ છાપાની ઈ-કોપી બહાર પડે છે. કશ્મીર અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે પ્રેસની આઝાદી જ ત્યાંની પ્રજાના માનસનું સાચું ચિત્ર રજૂ કરી શકે છે.

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s