શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૪

મારાં કેટલાંક નિરીક્ષણો :

સૂત્ર નં. – ૧  સ્વાવલંબન તરફ.

 • શાકભાજી, ફળ, દૂધ જિલ્લા બહારથી લાવવા પર પ્રતિબંધ છે. હાલમાં પોતાના પરિસરમાંથી જ મળી રહ્યાં છે. ખેડૂત જે નક્કી કરે તે ભાવ તેને મળી રહ્યો છે.
 • જેઓ ખેતીના અનાજ(ઘઉં, ચણા)ની લણણી કરી ચૂક્યા છે, પોતાના ખેતરે પોતાના માટે શાકભાજી ઉગાડે છે, પોતાના તેલીબિયાંથી તેલ કાઢી શકે છે, પોતાની શેરડીમાંથી ખેતરે જ ગોળ બનાવી ચૂક્યાં છે, પોતાના ગાય-બળદો માટે ચારો ઉગાડ્યો છે, તેઓ પોતાની અન્ન સુરક્ષાની દૃષ્ટિએ રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે. પોતાનું અને પોતાનાં ગાય-બળદનું પેટ ભરવા વિષે નિશ્ચિંત છે.
 • જે ગામોએ સત્યમેવ જયતે વૉટર કપ સ્પર્ધામાં ભાગ લઈને જળયુક્ત-શિવાર(ગામમાં પડતી આસપાસની જમીન) ઊભાં કર્યા છે તેઓ પોતાના પાણીની ઉપલબદ્ધતા વિષે સુરક્ષા અનુભવી રહ્યાં છે.
 • ઘરકામ કરનારા નથી આવી શકતા, આથી ઘરનાં બધાં કામો- વાસણ માંજવા, કપડાં ધોવાં, રસોઈ કરવી, કચરા-પોતું વગેરે સ્વાવલંબનથી થઈ રહ્યું છે.
 • હાથ ધોતા, વાસણ માંજતા, કપડાં ધોતા સમયે પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન લોકો રાખી રહ્યાં છે.
 • પેટ્રોલ, ગેસ સિલિન્ડરનો સાંચવીને ઉપયોગ થઇ રહ્યો છે. નાનીમોટી બીમારીઓના ઘરગથ્થુ ઉપચાર થઈ રહ્યા છે.
 • વાતાનુકૂલન(એ.સી.) વિના રહેવાની ટેવ પાડવી જોઈએ, આ વાત સ્વીકારાઈ રહી છે.

સૂત્ર નં.- ૨  સહયોગ માટે તત્પરતા.

 • સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો – જરૂરિયાત મંદને મદદ કરવા દોડીને જઈ રહ્યા છે. જીવન જરૂરી વસ્તુઓ ઘર-ઘર સુધી પહોંચાડી રહ્યાં છે. ભૂખ્યાના પેટ ભરી રહ્યાં છે.
 • પોતાના પગાર/કમાણીનો ભાગ સરકારી સહાયતા નિધિને આપી રહ્યાં છે. સુરક્ષાત્મક સરસામાન-Protective kits માટે ધનરાશિ ભેગી કરીને દવાખાનાઓને ઉપલબ્ધ કરવામાં મદદ કરી રહ્યાં છે.

સૂત્ર નં.- ૩ પરસ્પરના વિશ્વાસના ભાવને ગતિ મળી રહી છે :

 • લોકો પોતાનાં ઉદ્યોગોમાં યા સંસ્થાનોમાં કામ કરવાવાળા મજૂરોના પાલક બન્યા છે. કામ બંધ છે તોય કાર્યરત સાથીઓને પગાર આપી રહ્યા છે.
 • અન્નદાનની જવાબદારી ઉઠાવી છે.
 • બીમારની સેવાને કર્તવ્ય માનીને નિભાવી રહ્યા છે.

સૂત્ર નં.- 4  પોતાનાં ગામોમાં સુરક્ષા અનુભવાઈ રહી છે :

 • શહેરોથી પાછા આવેલાં મજૂરો પોતાના ગામોમાં અન્ન-સુરક્ષા વિષે નિશ્ચિંત છે.
 • દેશ-વિદેશમાં રહેવાવાળાઓને પોતાનું ગામ યાદ આવ્યું છે.
 • ગામ-બહારથી આવેલાં સગાસંબંધીઓ ખેતર પર રહીને સંસર્ગનિષેધ(ક્વારેંટાઇન)માં રહેવામાં અધિક સુરક્ષિત અનુભવી રહ્યાં છે અને હૂંફ પણ.
 • શહેરોની તુલનામાં ગામોમાં કોરોનાનો ફેલાવો ઓછો છે. આદિવાસી વિસ્તારોમાં તો ખૂબ જ ઓછો છે.

સૂત્ર નં. – 5  ઘરે બેસીને અર્થ-ઉપાર્જનના માર્ગ શોધી રહ્યાં છે:

 • બચત જૂથો દ્વારા લિક્વિડ સાબુ તેમજ માસ્ક (મુખાવરણો) સીવવાનું શરૂ થયું છે.
 • ગ્રામોદ્યોગ દ્વારા કાઢવામાં આવતા ઘાણીના તેલની માંગ વધી છે.

સૂત્ર નં. – 6  સર્જનાત્મકતાના દ્વાર ખૂલ્યાં છે:

 • પિતા પરિવારમાં પોતાનાં બાળકોને સમય આપી શકે છે.
 • વાંચન, લેખન, સાહિત્ય-નિર્માણ, કળા વગેરેને સમય મળી રહ્યો છે.

સૂત્ર નં. – 7  ચિંતન માટે સમય મળી રહ્યો છે:

 • એકલા રહેતા શિખવું, એ સતત કાર્યોમાં ડૂબી રહેતા-workaholic વ્યક્તિ માટેનું એક શિક્ષણ જ છે.
 • એકલા રહેતા શિખવું, ધ્યાનનું પ્રથમ ચરણ છે.
 • વ્યાકુળતાથી પર થવા માટે, પોતાના મનોબળનું સ્વમૂલ્યાંકન થઇ રહ્યું છે.
 • નશા મુક્તિની ઇચ્છા રાખવાવાળા માટે સોનેરી અવસર છે.

સૂત્ર નં. – 8  સંચાલન-તંત્રનું વિકેન્દ્રીકરણ(Decentralization of Administration):

 • જિલ્લા સ્તરે સંચાલન-તંત્રના વિકેન્દ્રીકરણને કારણે નાવીન્યસભર-Innovative અને પરિસ્થિતી સાપેક્ષ નિર્ણય લેવામાં ઝડપ આવી છે અને કાર્યક્ષમતા પણ વધી છે.

સૂત્ર નં. – 9 

રેલ્વેને ગાંધીએ આવશ્યક પાપ-Necessary Evil ગણાવેલું તેનું તથ્ય સમજાઈ રહ્યું છે. શહેરોથી અને દેશવિદેશથી આવનારા એવા પાપને રેલબંધી / પ્રવાસબંધીથી રોકી શકાય છે તેનો બોધ થયો.

સૂત્ર નં. – 10  મૂડીવાદની આધીનતા:

 • અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ, આપણો હાથ મરોડી શક્યા (HydroxyChloroquin મેળવવા માટે) કારણ કે આપણે મૂડીવાદી વ્યવસ્થાના આધિપત્યમાં (ઉંદર જેવડાં) છીએ.

સૂત્ર નં. – 11  એકઠાં થાઓ:

 • પક્ષ-ભેદ ભૂલીને એક થવું એ સમયની માંગ છે.
 • યુરોપીયન યુનિયનના ભુતપૂર્વ અધ્યક્ષ બ્રિટનનાં જેક્સ ડેલાર્સનું આહ્વાન – “ એક થઈએ (સહયોગની શક્તિ દાખવીએ) યા મારવા માટે તૈયાર રહીએ.” – જે નરકથી માનવ સમાજ ગુજરી રહ્યો છે, તે બાબતની આ વિધાન સાક્ષી પૂરે છે.

સૂત્ર નં. – 12 જીવસૃષ્ટિ પણ જોખમ છે:

 1. વાઘ પણ કોરોના ગ્રસ્ત થયા છે. અન્ય પ્રાણી સૃષ્ટિને પણ કોરોના થઈ શકે છે.

કયાં તત્વો ઊભરી આવ્યાં છે?

 1. પ્રકૃતિ સાથે એકરૂપ થનારી જીવન પદ્ધતિ સ્વીકારવી પડશે.
 2. સ્વાવલંબન અને સહયોગથી સમાજ સુધરશે. સ્વદેશીનું વ્રત તેનું અભિન્ન અંગ બની રહેશે.
 3. નાના-નાના સ્વાયત્ત, સ્વતંત્ર ગામોનો દેશ – આ ઓળખ ઊભી કરવી પડશે. અર્થાત વિકેન્દ્રિત સામાજિક એકમો- Decentralized Social Units ના સંગઠન-Federationથી દેશ બનશે.
 4. પક્ષનિરપેક્ષ સહભાગી લોકતંત્ર- Partyless participatory democracyની રાહ પકડવી પડશે. પરસ્પર વિશ્વાસ-ભાવને પોષવો પડશે.
 5. આવા સમાજના પાયામાં વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા-Decentralized economy હશે. મૂડીવાદી અર્થવ્યવસ્થાને આપણી પૂર્વની સાંસ્કૃતિક અર્થવ્યવસ્થા તરફ વળવું પડશે.
 6. વ્યક્તિગત સાધનાના દિવસો હવે પૂરાં થયાં, સામૂહિક સાધના સિવાય કોઈ માર્ગ નથી. અન્યથા ખતમ થઈ જઈશું.
 7. વિશ્વ-કુટુંબકમ( જય-જગત)ની ભાવના આપણને ભલે દિવાસ્વપ્ન અથવા યુટોપિયા જેવી લાગે, તે આજની આપત્તિની ઘડીમાં યુગની માંગ છે, એ સમજી લેવું પડશે.
 8. તો કરીશું શું?
 9. પેટ્રોલ/ડિઝલના વાહનો માત્ર સાર્વજનિક ક્ષેત્રને અંતર્ગત અને વ્યક્તિગત વાહન સાઇકલ જ રહેશે. સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇશે.
 10. ખેડૂત અને શ્રમજીવી, એ સ્વાભિમાનથી અને ખુશાલીથી જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. શહેર ગામો તરફ જવા ઇચ્છે એવી પરિસ્થિતી બનાવવી પડશે.
 11. આપણાં જંગલોનું સંવર્ધન કરવું પડશે.

Featured Image by Pete Linforth from Pixabay

ઉલ્હાસ જાજૂ (૦૯/૦૪/૨૦૨૦)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s