
“કાલિદાસે રઘુવંશમાં રાજા દિલીપના રાજ્યનું વર્ણન કર્યું છે – ‘प्रजानां विनयाधानाद् रक्षणाद् भरणादपि’।
એટલે કે તે રાજા, પ્રજાનું રક્ષણ, સંભાળ અને પોષણ કરતો હતો.
પછી આગળ કહ્યું – ‘स पिता’ એટલે કે, તે લોકોનો ખરો પાલક(પિતા) હતો. કેમ?
કારણ કે ‘पितरस्तासां केवलं जन्महेतवः।’ – બીજા બધા પિતા ફક્ત જન્મ જ આપતા હોય છે.
કાલિદાસનો આ શ્લોક વાંચીને આપણે એકદમ ગભરાઈ જઈએ. જો આવી સ્થિતિ હોય તો, તેની કલ્પના કરવી ભયંકર ભાસે છે. જેમાં જનતાનું જીવન બધી રીતે કડક રીતે બંધાયેલું છે, જનતાએ સ્વતંત્ર રીતે કંઇ કરવાનું નહીં રહે.
આ એકદમ જડ સ્થિતિ છે, આ ઘેટાં જેવી સ્થિતિ છે.
… આજના સમયમાં પાંચ વર્ષ પહેલાંના પચાસ વર્ષ સમાન છે. જૂના દિવસોમાં, રાજાએ જે આદેશ આપ્યો હોય, તે દેશમાં બધાં લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં બે-ચાર વર્ષ પસાર થઈ ગયા હોય. જો આ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ હોય, ત્યાં સુધીમાં રાજાએ બીજો આદેશ મોકલ્યો હોય એવું બને.
એ વર્ષોમાં પ્રથમ આદેશનો અમલ થઈ શક્યો નહીં કે બીજો આદેશ પસાર થતો હશે. તેને દરેક ગામમાં પહોંચવામાં એક વર્ષ જેટલો સમય લાગે. તેથી રાજા માત્ર નામના રાજાઓ જ રહેતા હતા. તેઓ લોકોના જીવનનું વધુ નિયમન કરી શક્યા નહીં.
આજે પરિસ્થિતિ જુદી છે. આજે દિલ્હીથી આદેશ આવે છે, પછી આદેશ તે જ દિવસે આખા ભારતમાં પહોંચે છે. રેડિયો, વગેરે એવા સાધન છે કે આદેશ થાય કે તેને અમલમાં મૂકવા માટે, સમગ્ર ભારતમાં બે કલાકમાં તૈયારીઓ થવા માંડે છે.(વિનોબાને સોશિયલ મીડિયાનો ખ્યાલ નહી, નહીતર કલાકને બદલે મિનિટમાં….એમ કહ્યું હોત.)
આજે પાંચ વર્ષનો વિચાર કરો, એટલે પહેલાંના વર્ષોમાં જાણે રાજાના મૃત્યુ સુધીનો કુલ સમય. જૂના સમયમાં રાજા જે વીસ વર્ષમાં અમલ કરવી કરી શક્યા હોત, તે આજે આપણા મુખ્ય પ્રધાન / વડા પ્રધાન પાંચ વર્ષમાં કરી શકે તેમ છે.
તેથી, જો તેઓ આજના લોકોનું ભલું કરવા માંગતા હોય તો તેઓ સારું કરી શકે અને જો તેઓ ખરાબ કરવા માંગતા હોય તો તેઓ ખરાબ પણ કરી શકે છે. ”
–વિનોબા
————————————————————-
આ વાત વિનોબાએ લગભગ પચાસ-સાઠ વર્ષ પહેલાં કહી હતી. જો આજે કોઈ આવું કહે તો….