હા, હું તટસ્થ નથી

વર્તમાન સમયમાં, તટસ્થ રહેવું શક્ય નથી. મારું માનવું છે કે, કેટલાક ધર્મોના શરણાર્થીઓને(સતાવવામાં આવેલ ધાર્મિક લઘુમતીઓ) તાત્કાલિક ધોરણે ભારતીય નાગરિકતા આપવા માટે લાવવામાં આવેલ નાગરિકતા અધિનિયમ, 2019 (સીએએ)માં ગંભીર ખામીઓ છે. આ દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય વિરુદ્ધ તો એ છે જ, પરંતુ સ્થળાંતર અંગેના ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ તે અવગણે છે. વિદેશી લોકો ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરે માત્ર તે જ સ્થળાંતર નથી;  અને વિશ્વમાં માત્ર ભારતીયો જ સ્થળાંતર નથી કરતા. પણ આ વાત આંતરિક સ્થળાંતર વિશે છે.

0.71072500_1579857323_p03illusn-edit-hindi
Down To Earthમાંથી સાભાર

જ્યારે લોકો બીજા શહેરો અથવા દેશો તરફ સ્થળાંતર કરે છે, ત્યારે ત્યાં “આંતરિક” અને “બાહ્ય” વચ્ચે તણાવ પેદા થાય છે. આપણે આ અંગે વિચારવું જોઈએ. સીએએ ધર્મના આધારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નિર્માણ દરમિયાન વિભાજન વખતે થયેલ ઐતિહાસિક અન્યાય દૂર કરવા માટે ધર્મ આધારિત નાગરિકતા આપવા પુરતો સીમિત  મુદ્દો બની જાય છે. આ કાયદો પક્ષપાતી,  સંકુચિત અને અન્યાયી છે. સીએએ આપણમાં જ આંતરિક-બાહ્યનું વિભાજિત કરશે અને એકબીજા માટે જ નફરત-દ્વેષ ફેલાશે.

હવે પ્રશ્ન ઉભો થાય છે કે તેનો અંત ક્યારે આવશે? કે પછી તે કેન્સરની જેમ વધશે અને ફેલાશે? આસામમાં જે લોકોને નજીકના ભવિષ્યમાં ભારતની નાગરિકતા આપવામાં આવશે, ત્યાં સીએએના કાયદાના પક્ષપાતી અને ભેદભાવ ભર્યા વલણ સામે ગુસ્સાનું કોઈને પણ આશ્ચર્ય ન થવું જોઈએ. કારણ કે આસામના લોકો બહારથી આવેલા હિન્દુઓ, મુસ્લિમો અથવા જૈનોને રહેવા દેવા માંગતા નથી. કારણ કે તેઓ (બહારના લોકો) આસામના લોકોની જમીન, આજીવિકાના સાધનો છીનવી લેશે અને તેમની સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકશે. તેઓ પહેલાથી જ પોતાના માર્યાદિત અને વિવાદાસ્પદ સંસાધનો માટે લડતાં હતાં, સાથે આ લડત પોતાની વિશેષ સંસ્કૃતિક ઓળખ માટે પણ છે. તેથી જ અહીં આ મુદ્દો વધુ જટિલ બને છે.

સત્ય એ છે કે વિદેશી(પ્રવાસી) નાગરિકોનો મુદ્દો વિશ્વના ઘણા ભાગોમાં ત્યાંના રાજકારણને વ્યાખ્યાયિત કરે છે. યુરોપમાં શરણાર્થીઓ પર સૈન્યના આક્રમણની તસવીરો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહારના લોકોને બહાર રાખવા માટે(કાઢવા માટે) સરહદ પર દિવાલ ઉભી કરવાને પોતાનું મિશન બનાવ્યું છે. આ અસલામતીના સમયમાં એકબીજા પ્રત્યે ગુસ્સો અને ડર વધી રહ્યો છે, જેનાથી રાજકીય ધ્રુવીકરણને બળ મળી રહ્યું છે.

આ જ સમયે જિનીવા સ્થિત સંસ્થા, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (આઇઓએમ)ના વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૦માં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વની ૩.૫% વસ્તી એક દેશથી બીજા દેશમાં સ્થળાંતરિત થઈ છે. જો કે,આ સંખ્યા તેમના અંદાજ કરતા ઝડપથી વધી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેનું મુખ્ય કારણ, છેલ્લા બે વર્ષમાં મોટા પાયે સ્થળાંતર અને વિસ્થાપનની પ્રવૃત્તિઓ થઈ તે છે. સીરિયાથી દક્ષિણ સુદાન સુધીના હિંસક સંઘર્ષને કારણે લોકોએ તેમનો દેશ છોડવાની ફરજ પડી.

એક તરફ અતિશય હિંસા અથવા ગંભીર આર્થિક અને રાજકીય અસ્થિરતા છે, તો બીજી તરફ એક વધારાના પરિબળ રૂપે હવામાનમાં બદલાવ આવવાથી કુદરતી આફતોમાં વધારો થઇ રહ્યો છે. જે સરવાળે લોકોને કાયમી ધોરણે તેમના રહેઠાણ છોડવા મજબૂર કરે છે. તેનો અર્થ એ કે સમગ્ર વિશ્વમાં ૨૭ કરોડથી વધુ લોકો અંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારની શ્રેણીમાં આવે છે. જેમાંથી સ્થળાંતર કરનાર બે તૃતીયાંશ લોકો મજૂર છે.

આ અભ્યાસ મુજબ, વિદેશમાં વસતા સ્થળાંતરિત લોકોમાં ભારતીય લોકોની સંખ્યા વધુ છે – લગભગ ૧.૭૫ કરોડ છે. આ સંસ્થા પાસે દેશના આંતરિક સ્થળાંતર અંગેની વિગતો-અભ્યાસ નથી. આમાં ઉમેરણ કરીએ તો ભારતીયો ગામડાંમાંથી શહેરમાં અથવા બીજા દેશમાં ફક્ત કામ માટે સ્થળાંતર કરી રહ્યા છે. લોકો જતા રહ્યા છે કારણકે તેમની પાસે કોઈ વિકલ્પ નથી અથવા તેમને વધુ વિકલ્પો જોઈએ છે.

ગયા વર્ષે જૂનમાં, છ વર્ષની ગુરુપ્રીત કૌર એરીઝોના રણમાં હીટ સ્ટ્રોકથી મૃત્યુ પામી હતી, ત્યારે તેના માતાપિતા પંજાબ છોડીને યુએસમાં જવા ગેરકાયદેસર સ્થળાંતર કરી રહ્યા હતા. પંજાબમાં એવું કોઈ યુદ્ધ કે કટોકટીની પરિસ્થિતિ નથી કે જેથી તેમણે આ આત્યંતિક પગલું લેવું પડે અથવા દબાણ હોય. પરંતુ ગુરુપ્રીતનાં માતા-પિતાએ મીડિયાને કહ્યું કે તેઓ “નિરાશ” છે – તેઓ પોતાને માટે અને બાળકો માટે વધુ સારું જીવન ઇચ્છે છે.

હવે આબોહવામાં બદલાવને કારણે અસરગ્રસ્ત અને વિસ્થાપિત લોકોની સંખ્યામાં વધારો થશે. આઇઓએમ આ સ્થળાંતરને “ન્યુ ડિસ્પ્લેસમેન્ટ” તરીકે વર્ગીકૃત કરે છે – આમાંથી 60 ટકા લોકોનું વિસ્થાપન(સ્થળાંતર) આબોહવામાં ફેરફારને પરિણામે સર્જાતી આપત્તિઓ જેમ કે વાવાઝોડું, પૂર અને દુષ્કાળને કારણે. આફ્રિકાના હોર્નમાં, દુષ્કાળથી લગભગ 8 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.

વર્ષ ૨૦૧૮માં, ફિલિપાઇન્સમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તીવ્ર બનતાં, ત્યાં ‘ન્યુ ડિસ્પ્લેસમેન્ટ’વાળા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. અહીં યાદ રાખવું જોઈએ કે આબોહવામાં બદલાવની અસરો ગરીબો પર વધુ થશે કારણ કે તેઓ પહેલાથી જ હાંસિયામાં ધકેલાયેલા છે. વધતી અસમાનતા આ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે; ગામડાંના અર્થતંત્રો ભાંગી રહ્યાં છે. આબોહવામાં બદલાવની ઘટનાઓથી લોકો ફરી પાછા પોતાના મૂળ સ્થાને આવી શકતા નથી. આથી તેઓ સ્થળાંતર કરનારા લોકોના ટોળામાં જોડાશે. આજે આપણા શહેરોમાં ગેરકાયદેસર વસાહતોની સંખ્યા જોઇને આપણે તેનો અંદાજ મેળવી શકીએ છીએ.

તો પછી શું કરવું જોઈએ? પ્રથમ, એક વાત સ્પષ્ટ છે કે આપણે સ્થાનિક અર્થવ્યવસ્થા વિકસાવવા માટે વ્યૂહરચનાની ઘડવાની જરૂર છે. જેથી લોકોએ સ્થળાંતર ન કરવું પડે. 1970ના દાયકામાં મહારાષ્ટ્રના ભયંકર દુષ્કાળથી રાહત મેળવવા માટે, ગાંધીવાદી વી.એસ.પાગે, દેશની પહેલી રોજગાર ગેરંટી યોજના લઈને આવ્યાં હતો. મુંબઈના વ્યવસાય કરતા લોકોએ ગામડાની ગરીબી દૂર કરવા ટેક્સ આપ્યો હતો. આજે તો આપણી સામે ઘણા વિકલ્પો છે આપણે ઘણું કરી શકીએ છીએ.

બીજું, જે સૌથી અગત્યનું છે, તે એ કે આપણે સ્થળાંતર અંગે એકબીજાને અલગ પાડનારી કાર્યસૂચિ(એજન્ડા) ન બનાવવી જોઈએ. એક વાર આપણે બહારની વ્યક્તિ કોણ છે તેની ગણતરી શરૂ કરીશું પછી તેનો કોઈ અંત આવશે નહીં. વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૯માં, ભારતને 80 અબજ ડોલર ફોરેન રેમિટેન્સ(વિદેશથી આવેલ નાણા) પાસેથી મળ્યા હતા – જે વિશ્વમાં સૌથી વધુ છે. આપણે યાદ રાખવાની જરૂર છે, આંકડાઓને નહીં, પણ લોકોને!

-સુનીતા નારાયણ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s