અઠવાડિક કાર્ટૂન : જાન્યુઆરી 2021 (બીજું)

અઠવાડિક કાર્ટૂન : જાન્યુઆરી 2021 (બીજું)
દિલ્હીની સિંધુ બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને, આ લખાય છે ત્યાં સુધીમાં ચાર અઠવાડિયાંથી વધારે સમય થઈ ગયો છે. આ આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વિવિધ ખેડૂત સંગઠનો, કર્મશીલો પ્રત્યક્ષ દિલ્હી જઈને ખેડૂત આંદોલનમાં જોડાયા છે.
ગુજરાતના એક સ્નેહશીલ ગ્રંથવિદ્ અને મેઘાણી-સાહિત્ય માટેની અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ 4 ડિસેમ્બર 2020ના રોજ મોડી સવારે 83 વર્ષની વયે ભાનગરના તેમના નિવાસસ્થાને આ દુનિયાની વિદાય લીધી. જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા પિતા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યના સંપાદનનું, આગવી સૂઝથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન છે. તેની ગુજરાતી વિવેચનમાં નહીંવત્ કદર થઈ છે.
સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરીને બે મહિના ચાલેલા કિસાન આંદોલનને પંજાબના થોડાક - મુઠ્ઠીભર અને મોટા ખેડૂતોના (બાલિશ કૃત્ય !) વિશાળ, અહિંસક અને મક્કમ આંદોલનને અવગણવામાં આવ્યું. આ બે મહિના સુધી ખેડૂતો રેલવેને પણ રોકીને બેસી ગયા. સરકારને તેની નોંધ લેવા જેવું તો ન જ લાગ્યું, ઉપરથી સામે ક્ધિનાખોરી રાખીને - સાન ઠેકાણે લાવી દેવાની હોય તેમ, માલગાડીઓની હેરફેર પણ બંધ કરી દીધી. આ સરકાર કઈ હદ સુધી નીચે ઊતરીને કાવતરું રચી શકે છે તેની આ કાંઈ પહેલી કે એકમાત્ર મિસાલ નથી.
શૂલપાણેશ્ર્વર અભયારણ્યની ફરતે આવેલા નર્મદા જિલ્લાનાં 121 ગામોના વિસ્તારને કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર ‘ઈકો સેન્સિટિવ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો આ વિસ્તારમાં આવે નહીં અને અભયારણ્યના રક્ષણ અને સંવર્ધન માટે આ જાહેરનામું સરકારને જરૂરી લાગ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પેસા કાયદાઓ અને સામુદાયિક વન અધિકાર કાયદાઓનો સાચો અને પ્રભાવી અમલ કરવામાં આવે તો પ્રદૂષણ કરતા ઉદ્યોગો તો આ વિસ્તારમાં આવી જ ના શકે અને લોક ભાગીદારીથી અભયારણ્યનું રક્ષણ અને સંવર્ધન સારી રીતે થઈ શકે તેમાં કોઈ બે મત નથી. તો પછી ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું સાચું કારણ શું ?
કાયદાના સંભવિત ફાયદા અને નુકસાન બાબતે ભારે પ્રચાર યુદ્ધ ચાલે છે. વોટ્સએપ પર ચાલતા સામાન્ય રીતે આધાર વિનાના સમાચારોના કોલાહલમાં જરા શાંત ચિત્તે વાતને સમજવાની જરૂર છે. અત્રે સવાલ-જવાબ રૂપે રજૂ થયેલી વિગતોને આધારે વાચક પોતાના અભિપ્રાય બાંધે તો આ પ્રયાસ લેખે લાગશે.
01-January-2021-BhoomiputraDownload
રણની ગરમી, ઠંડી, ખારા પવન, અને પાયાની સુવિધાઓનો અભાવ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ કોમ વર્ષોથી મીઠાની ખેતી કરે છે. અગરિયા હિતરક્ષક મંચ તરીકે એમની વચ્ચે છેલ્લા દોઢ દાયકાઓથી કામ કરતાં આ પરિસ્થિતિ, તેના કારણો, સરકારની નીતિઓ, પડકારો, આવેલા બદલાવ વગેરેને જોવાનો પ્રયાસ આ લેખમાં કર્યો છે.
એ વ્યક્તિ જેમના આયુષ્યનો પૂર્વાર્ધ કુટુંબના ઉદ્યોગમાં વીત્યો તે પછી બધાં જ બંધનો તોડી-ફોડી તેઓ દીન-જનોની સેવામાં લાગી ગયા. જીવનનો ઉત્તરાર્ધ પૂરેપૂરો એમની સેવામાં અર્પણ કરી દીધો.
ઘોઘા અને ભાવનગર તાલુકાનાં 12થી વધુ ગામોમાં ભૂતળમાં રહેલ કોલસાના ખનન માટે સરકારના ખાણ ખનીજ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિ.એ વિભાગે વર્ષ : 1995થી પદ્ધતિસર પર્યાવરણીય અભ્યાસો કર્યા વગર તબક્કાવાર જમીન સંપાદન કરી છે. અને લોકોની આજીવિકાની પરવા કર્યા વગર લોકોના વિરોધ વચ્ચે ખનનની કામગીરી ચાલુ રાખી છે.